દેશના વિકાસમાં માનનીય પ્રધાનમંત્રી નો માસ્ટરસ્ટ્રોક

Latest

નાણાં મંત્રીની સ્પીચ

15 હજારથી ઓછી સેલેરીવાળાનું EPF સરકાર આપશે
MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે
નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે.
આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ.
આત્મનિર્ભર ભારત માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી.પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.

3 લાખ કરોડની લોન MSMEને કઈ રીતે થશે ફાયદો, સમજો

લોન 4 વર્ષ માટે અને 100 ટકા ગેરન્ટ ફ્રી છે.
તે ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય.
10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
31 ઓક્ટોબર 2020 સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે.
કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. 45 લાખ MSMEને ફાયદો થશે.
20 હજાર કરોડ રૂપિયા સ્ટ્રેસ્ડ MSMEને આપવામાં આવ્યા.
સારા MSME માટે 50 હજાર કરોડનું ફન્ડ ઓફ બનશે.
તમામ નાના ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે.
માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે 25 લાખથી વધારીને રોકાણ 1 કરોડ કરવામાં આવ્યું.
સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબાર, મધ્યમ માટે 20 કરોડ રોકાણ અને 100 કરોડના કારોબારને મંજૂરી.
લોકલ ઉદ્યોગોને ગ્લોબલ કરવા માટે 200 કરોડ રૂપિયાથી ઓછાનો ગ્લોબલ ટેન્ડરના નિયમને ખત્મ કરવામાં આવ્યા આવ્યા છે. એટલે કે 200 કરોડ રૂપિયાથી ઓછું કોઈ ટેન્ડર નહિ હોય.
આશિક ઋણ ગેરન્ટી યોજનામાં 45 લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવા આવશે. તેમાં સરકારને 20 ટકા નુકસાન થશે. તેનાથી સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો અને લોકોને લોન લેવામાં સરળતા રહેશે.

પાવર જનરેટિંગ કંપનીઓને 90 હજાર કરોડ રૂપિયા

મુશ્કેલીમાં ઘેરાયેલા રાજ્યોની પાવર જનરેટિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે 90,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. ડિસ્કમ એટલે કે પાવર જનરેટિંગ કંપનીઓને તેનાથી ફાયદો મળશે.
વીજળીનો સપ્લાઈ આપતી કંપનીઓની આવકમાં ભારે ઘટાડો આવ્યો છે. વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરનાર કંપનીઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે.
90 હજાર કરોડ રૂપિયા સરકારી કંપનીઓ પીએફસી, આરઈસીના માધ્યમથી આપવામાં આવશે. કોન્ટ્રાકટરને 6 મહિનાની રાહત કોઈ પણ પ્રકારની શરત વગર આપવામાં આવશે.

સરકારી કોન્ટ્રાક્ટર્સને રાહત

તમામ સરકારી એજન્સીઓ રેલવે, રોડવેજ કોન્ટ્રાક્ટમાં 6 મહીનાનું એક્સટેન્શન આપશે. આ 6 મહિના દરમિયાન કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારન શરત વગર રાહત આપવામાં આવશે.
કોન્ટ્રાક્ટરો જે આંશિક સિક્યોરિટીઝ આપતા હતા, તેને પરત આપવામાં આવશે.
ધારો કે કોઈએ 70 ટકા કામ કર્યું છે તો તેની બાકીની 30 ટકા ગેરન્ટી તેમને પરત આપવામાં આવી શકે છે. જેટલું કામ થશે તેના આધાર પર આ ગેરન્ટી રિલીઝ કરવામાં આવશે.

NBFC માટે 30 હજાર કરોડ રૂપિયા

નોન બેન્કિંગ કંપનીઓની લિક્વિડિટીની સમસ્યા દૂર કરવા માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ શરૂ થશે.
NBFCની સાથે હાઉસિંગ ફાઈનાન્સ અને માઈક્રો ફાઈનાન્સને પણ આ 30 હજાર કરોડમાં જોડવામાં આવ્યા છે. તેની સંપૂર્ણ ગેરન્ટી ભારત સરકાર આપશે.
45000 કરોડ રૂપિયાની આંશિક ક્રેડિટ ગેરન્ટી NBFCને આપવામાં આવશે. તેમાં એએ પેપર્સ અને તેની નીચેની રેટિંગ વાળા પેપર્સને પણ લોન મળશે. અનરેટેડ પેપર્સ માટે પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી નવા લેન્ડિંગને પ્રોત્સાહ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *