રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી
નસવાડી નગરમાં આજથી ગૌરીવ્રત પ્રારંભ થતા ની સાથેજ કુવારીકાઓ અને સુહાગન સ્ત્રી ઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નવા નવા વસ્ત્રો પહેરીને પોતાના મન ના માણીગર ને પામવા આ વ્રત કરવામાં આવે છે. તેમા આ વ્રત પાંચ વર્ષ સુધી ઉપવાસ કરી કરવામાં આવે છે. અને પાંચ માં વર્ષે આ વ્રત ઉજવવામાં આવે છે. અને અગિયાર કે એકવીસ કુવારીકાઓ ને બોલાવી ને ધામધૂમ થી ઉજવવામાં આવેછે આ વ્રત પાર્વતી માતા એ પોતાના માણીગર ભગવાન શિવ માટે કર્યું હતું. ત્યાર થી ગૌરી વ્રત ની પ્રથા ચાલી આવે છે. અને કુવારીકાઓ તેમજ સુહાગન સ્ત્રીઓ દ્વારા ધામધૂમ થી ઉજવાય છે.