બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વૃક્ષારોપણ અને જળ સંચય ને વધુ મહત્વ આપે છે. ત્યારે ગામ નું પાણી ગામ માં અને સિમ નું પાણી સિમ માં રહે તે હેતુ થી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી .ધારીખેડા ખાતે વરસાદી પાણી નો સંગ્રહ થાય તે માટે જળ સંચય કરતા બોર નું લોકાર્પણ કરવામાં આવ્યું. તથા પટાંગણ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં રાખવામાં આવ્યો. જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ,નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી સતિષભાઈ પટેલ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,જિલ્લાના મહામંત્રીઓ,મોર્ચા ના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા એ જણાવ્યું કે આજના સમય ની તાતી જરૂરિયાત જળ સંચય છે ત્યારે ગામેં ગામ અને ફળિયે ફળિયે વરસાદી પાણી નો સંચય કરવામાં આવે તે જરૂરી છે. સાથે સાથેજ ઓક્સિજન મેળવવા માટે વૃક્ષારોપણ પણ એટલુંજ જરૂરી છે