રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી
નસવાડી તાલુકા મા ગ્રામપંચામાં દરવર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે. પણ તેનો વહીવટ ક્યાં થાય છે તે કોઈને ખબર પડતી નથી ત્યારે નસવાડી માં બનેલા લાખોના ખર્ચે બન્ને પંચવટી બાગમાં મુકલા હીંચકા માં ખાલી સ્ટેન્ડ જોવા મળે છે ત્યાં રોકર મુકેલ હતું ત્યાં ખાલી પાઇપ જોવા મળે છે .બાંકડા ઓ ભાગેલી હાલત માં જોવા મળે છે. તથા લસરપટ્ટી પણ તૂટેલી હાલત માં છે. ત્યારે આવતી કાલથી ગૌરીવ્રત નો પ્રારંભ થવા જઇ રહીયો ત્યારે નાના નાના ભૂલકાં તેમજ કુંવારી છોકરીઓ ઉપવાસ કરીને સાંજે ફરવા જાય છે. તેમજ નાના ભૂલકાં ઓ બાગમાં રમેં છે. પણ નસવાડી મા બંને બાગ જે લાખોના ખર્ચે બનેલા છે. તે શોભાના ગાંઠ્યા સમાન છે અને ત્યાં અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો છે. અને ત્યાં દારૂ તેમજ જુગાર ની મહેફિલો થાય છે. ત્યારે નસવાડી ગ્રામપંચાયત દ્વારા લાખોની ગ્રાન્ટ થી બનેલા આબન્ને પંચવટી બાગ રિપેર થશે કે હમેશા ની માફક આંખ -આડા કાન કરવામાં આવશે તે જોવા નું રહ્યું.