રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી
નસવાડી તાલુકાના કેલનીયા ગામે એક પરિણિત વ્યકિત બીજી પરિણિત સ્ત્રી સાથે આખો મળતા પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ સ્ત્રીના પતિને થતા આક્રોશમા આવીને ખેતરમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ગામના લોકોને જાણ થતાં નસવાડી પોલીસનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કેલનીયા ગામ ની સિમ મા બની હત્યા ની ઘટના .
દસદીવસ પેહલા કેલનીયા ગામની પરણિતા ને લઈ ગામનો જ પરણિત યુવાન ભગાડી ગયો હતો. બંને ભાંગેલા પ્રેમીઓ રાતના ગામના એક ખેતર ની ઝુંપડી મા આવ્યા હોવાની પરણિતા ના પતિ ને જાણ થતાં પરિણીતાના પતિ ત્યાં સ્થળ પર પોહચી પ્રેમી અને પત્ની સાથે મારામારી કરી હતી. અને મારામારી માં પ્રેમી નું મોત થયુ હતુ. ત્યારે ભાગી ગયેલ પત્ની ને લઈ પતિ પણ ભાગી ગયો હતો ત્યારે ગામ ના લોકો એ પોલીસ ને જાણ કરતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતક ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે મૃતક ને પથ્થર મારી ને હત્યા કરી હોવાનું જણાયું હતું ત્યારે મૃતકને ને મારી ભાગી જનાર પતિ પત્ની ને નસવાડી પોલીસે ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.