દાહોદ અને પંચમહાલનાં સમાજમાં પ્રેમના નામે શંકા-કુશંકાના આધારે યુવક અને યુવતીઓની હત્યા કરી તેને અકસ્માત ગણાવો જેવા બનાવો બની રહ્યાં છે. એક તરફ સમાજના પંચ અને બીજી તરફ પોલીસ તંત્ર અને કાનૂની વ્યવસ્થાની આંટીઘૂંટીમાં મહિલાઓ અટવાઈ છે. આ તમામ બનાવોમાં આરોપીને જામીન ન મળે અને આરોપીઓને કડક માં કડક સજા થાય અને મહિલાઓના માનવ અધિકાર જળવાય તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું .જેમાં પોલીસ ફરિયાદ થવાથી મહિલા અને મહિલા સંગઠનો તરીકે કાયદા અને ન્યાયી વ્યવસ્થામાં અમારો વિશ્વાસ વધે છે. મહિલાઓ પર અત્યાચાર આચરવા , નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી,, પુરુષોને મહિલાના ખભે બેસાડી ગામમાં ફેરવવી, ઝાડ સાથે બાંધી જાહેરમાં મારપીટ, માથાના વાળ બાદ જબરથી ઉતારવા ,મહિલાને અપમાનિત કરવી , મહિલાની ઈચ્છા વિરુધ્ધ સમાજનાં કહેવાતા આગેવાનોની મરજી મુજબના સ્થળે રહેવાનું સ્વીકારી તેને લગ્ન મનાવવા, મહિલા અને યુવતી સાથે પાશવી કૃત્ય, હત્યા અને ગુન્હાનાં પુરાવાઓનો નાશ કરી કાનૂની કાર્યવાહી ન થવાની અસંખ્ય ઘટનાઓ બનતી હોઇ છે. અમે મહિલા સંગઠન-સંસ્થાઓ ન્યાય માટે માંગ કરીએ છીએ.તેમ આવેદનપત્ર માં જણાવ્યું હતું .
હાલમાં જ દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારિયા તાલુકા તથા પંચમહાલ જીલ્લાનાં ઘોઘંબા તાલુકામાં મહિલાઓ સાથે બનેલા જધન્ય અપરાધનાં બનાવ જાહેરમાં આવ્યા છે. આ બનાવોને શહેરા પાનમ મહિલા સંગઠન અને દાહોદ જિલ્લાની દેવગઢ મહિલા સંગઠન તથા આનંદી સંસ્થાઓએ કડક શબ્દોમાં વખોડીને જિલ્લા કલેકટર અને પોલીસ મથકે આવેદનપત્ર અપાયું હતું