રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા જુના સલાટ વાડા આવેલા પૌરાણિક મંદિરમાં સમસ્ત ભોઈ સમાજ તેમજ જોગીયા પરીવાર શેરગઢ ના કુળદેવી એવા શ્રી મહાકાળી માતાજી ના મંદિર નો જીણોદ્ધાર નવા રંગરુપ સાથે સંપન્ન થતા ખુશી ના અવસરે માંગરોળ સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા માતાજી ની નુતન મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ નવચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન કર્યું હતુ તેમજ સમુહ મહાપ્રસાદ નુ સુંદર આયોજન કર્યું હતુ.
આ અવસરે માંગરોળ તેમજ જુનાગઢ જામનગર પોરબંદર બરોડા સુરત બોમ્બે સહીત ના અન્ય ગામો મા થી બહોળી સંખ્યા મા ભોઈ સમાજ ના ભાઈઓ અને બહેનો અને વડીલો ઉપસ્થિત રહી આ અવસર નો તેમજ માતાજી ના દર્શન નો લાભ લીધો હતો..