સુરતમાં કોરોના કેસોનું પ્રમાણ વધ્યું કુલ પોઝિટિવ આંકડો ૧,૪૩,૪૧૮ એ પોંચ્યો.

Corona surat

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,418 થયો છે. મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,240 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં 64 એક્ટિવ કેસ છે.
શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143418 થઈ છે. રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. રવિવારે શહેરમાંથી 6 અને જિલ્લામાં 2 મળી 8 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141240 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 64 નોંધાઈ છે તેમજ રવિવારે મ્યુકરના નવા 02 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના 47 દર્દીઓ દાખલ છે. રવિવારે સ્મીમેરમાં 01 સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેરમાં 491 સર્જરીઓ કરવામાં આવી છે. 296 દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *