દ્વારકાના જગત મંદિર પર ગયા મંગળવારે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ બાદ જગત મંદિર પર આકાશી વીજળી પડી હતી. જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડયા બાદ ધ્વજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું. ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને શનિવારે 15 જેટલા અનુભવી કારીગરોએ જગત મંદિરના શિખર પર રીપેરીંગ કામ કરી રવિવારે પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
ગૂગળી બ્રાહ્મણ વત્સલ પુરોહિતે જણાવ્યું હતું કે, મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વિજળીને પરમાત્માએ પોતાના મસ્કત ઉપરથી પોતાના ચરણમાં સમાવી દીધી અને ત્યારબાદ ધ્વજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી. જ્યારે હવે તમામ એજન્સીઓએ તપાસ કરી ધ્વજાની બધી જ વસ્તુઓ ખૂબ સુંદર અને મજબૂત રીતે તૈયાર કરી શનિવારે બપોર સુધીમાં 15 અનુભવી કારીગરો દ્વારા કામ પૂર્ણ કરાયું હતુ. અને રવિવારે પ્રથમ કેશરી ધ્વજા દ્વારાકાધિશ મંદિરના નિયત સ્થાન પર આહોરણ કરાયી હતી.
દ્વારકાધીશ મંદિર પર આકાશી વીજળી પડી ત્યારથી દિવસમાં પાંચ વખત ધ્વજા ફરકાવવામાં આવે છે. મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા છે. જેને શ્રદ્ધાળુઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. ધજા ફરકાવવા માટે વર્ષ 2023 સુધીનું એડવાન્સ બૂકિંગ થઈ ચુક્યું છે. નવું બૂકિંગ અત્યારે બંધ છે.