રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદના જલારામ મંદિરે દર મહીનાના પેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં રણછોડરાયજી ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવે છે જલારામ મંદિરે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના લોકો નેત્ર નિદાન કેમ્પનો લાભ લે છે.
જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં આશરે બસ્સો દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી જરૂરીયાતમંદ 53 દર્દીઓને આંખોના ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી ટ્રસ્ટ હોસ્પિટલને મોકલવામાં આવ્યા હતા. જ્યાં વિના મૂલ્યે આંખોના મોતીયાના ઓપરેશન કરી દર્દીઓને બસની સુવિધા સાથે જલારામ મંદિર સુધી પહોંચાડવાની વિના મૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે.
નેત્ર નિદાન કેમ્પમાં દાતાશ્રીઓ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે….
જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા બટુક ભોજન અન્નક્ષેત્ર સહીત વિવિઘ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં સેવાભાવીઓ તન મન ધનથી સાથ સહકાર આપી રહયા છે.
જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં યુટયુબ ચેનલમાં તથા રામા મંડળમાં કોમેડી પાત્ર ભજવનાર
ભોળાભાઈ ઉર્ફે ગગુડીયો મહેમાન બનતાં જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ગગુડીયાએ પણ જલારામ મંદિર સેવા સમિતિના કાર્યકરો ને સેવાકિય પ્રવૃત્તિઓ બદલ અખુટ વખાણી તમામ સેવાભાવીઓને બિરદાવ્યા હતા