કોરોનાની બીજી શાંત થતા કોરોનાના કેસોનું પ્રમાણ મોટાભાગના વિસ્તારમાં ઓછા થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવતો નથી.જેથી સરકારે છૂટછાટ વધારી રહી છે. પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ ધસી રહ્યા છે. ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ની હાલ ભીડ જામી રહી છે. પ્રવસીઓની સુરક્ષા અને કોવીડ ગાઇડલાઇન નું પાલન કરવા SOU સત્તામંડળ ના કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓ ને વારંવાર માઈક પર કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.કોવિડ પ્રોટીકોલ ન તોડવા, તેમજ માસ્ક પહેરી રાખવું. અને સેનિટાઇઝનો છંટકાવ પણ સતત કરતા રહે છે છતાં અહીંયા આવતા પ્રવાસીઓ બેફિકર જોવા મળી રહ્યા છે. કેટલાય પ્રવાસીઓ માસ્ક નાક નીચેથી કાઢીને ફરતા જોવા મળે છે. તેમજ સોશિયલ ડીસ્ટન્સ પણ જાળવતા નથી ત્યારે આ પ્રવાસીઓની બેફિકરાઈ અને નિષ્કાળજી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે તેમ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ રવિ ના 40 હજાર પ્રવાસીઓ નોંધાય છે. અને દર રજાઓમાં પ્રવાસીઓ ની ભીડ જોવા મળે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા તમામ કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. એવીજ રીતે જંગલ સફારી માં પણ બે દિવસ માં 25 હજાર થી વધુ પ્રવાસીઓ નોંધાય છે, જંગલસફારી મેનેજમેન્ટ દ્વારા એકદમ સોસીયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝર માસ્ક સહિતની કાળજી સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ લે છે એટલુંજ નહિ જંગલ સફારીમાં તો ગોલ્ફ ઈ કાર હોય કોઈ પ્રવાસીઓ અટવાય તો કંટ્રોલરૂમ હેન્ડલ કરી અધિકારીઓ પ્રવાસીઓ ની મદદ કરે છે.