કોરોના મહામારીમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો.

Latest

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ૭૫ દિવસમાં ૪૧ વખત ભાવવધારો કરાયો છે, જેને લઈને પેટ્રોલ રૂ. ૧૧.૪૪ અને ડીઝલ રૂ. ૯.૧૪ મોંઘાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની ટીકા કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે દાવો કર્યો હતો કે, દેશના ૨૫૦ શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦થી વધુ થઈ ગયો છે. આ બાબતની કોઈ કલ્પના થઈ શકે તેમ નથી. જોકે શનિવારે ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. બીજી જુલાઈ પછી ત્રીજી વખત ડીઝલમાં ભાવવધારો ટાળવામાં આવ્યો છે. જ્યારે ૧૨મી જુલાઈએ ડીઝલમાં પ્રતિ લીટર ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. દેશના પાંચ મેટ્રો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને બેંગ્લોરમાં પેટ્રોલે રૂ. ૧૦૦ની સપાટી એ વધી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *