રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી
નસવાડી માં છેલ્લા કેટલાક મહિનાઓથી ગરનાળા ના કામ ચાલતા હતા ત્યારે ગરનાળા નું કામ પૂર્ણ થતાં પીડબ્લ્યુડી દ્વારા ગરનાળા બનાવ્યા તેજ કોન્ટ્રાકટર ને ડામરરોડ નું કામ સોંપવામાં આવ્યું હતું. સમગ્ર ગામ નો રોડ બનાવ્યો પરંતુ નસવાડી ના ચોકસીબઝાર થી લઈ ને જલારામ મંદિર સુધી નો રોડ છોડી મુકવામાં આવ્યો હતો. હાલ ચોમાસા નો સમય હોઈ રોડ પર મસમોટા ખાડા પડી જવાથી સાધનો ના અવર જવર થી પણ દુકાનો માં પાણી ઉછળી ને પડે છે તેથી વેપારીઓ હેરાન પરેશાન થાય છે. અને આ રોડ તત્કાલ બને તેવી વેપારી ઓ દ્વારા માંગ ઉઠી છે. શું આ રોડ બનશે કે આગળ ના વારસો ની જેમ કોન્ટ્રાક્ટર આ રોડ ના પણ પૈસા ખાય જશે તેવો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે