રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વકીલની ધારદાર રજૂઆત સાથે સુનાવણી હાથ ધરવા સાથે આવનાર સોમવારના રોજ ફરીથી સુનાવણી હાથ ધરાશે..
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે બી સોલંકી ને પ્રાંત કચેરી દ્વારા નોટિસ મળી હતી જેને લઇને આજે શનિવારના રોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી જય બારોટ ની ઉપસ્થિતિમાં વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી ની તડીપાર ની નોટીસની સુનાવણી હોવાથી તેઓ સાથે રાષ્ટ્રીય દેવીપુત્ર સેના ના જોગીરાજ ગઢવી મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી આવ્યા હતા. બસ સ્ટેન્ડ થી પ્રાંત કચેરી ખાતે રેલી સ્વરૂપે વિરોધ પક્ષના નેતા અને તેમના સમર્થકો પહોંચ્યા હતા જ્યારે કચેરી ની અંદર તેમના સમર્થકોને પોલીસ દ્વારા રોકવામાં આવતા પોલીસ સાથે થોડી ચકમક થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાંત અધિકારી જય બારોટ ની ઉપસ્થિતિમાં તડીપાર ની નોટિસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વિરોધ પક્ષના નેતા ની વકીલની ધારદાર રજૂઆત સાથે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે.વધુ આધાર પુરાવા સાથે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે,.