માંગરોળ શેરીયાજ ખાતે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર સહ બેઠક મળી

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શેરીયાજ ગામે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્રનો પારંભ કરવામાં આવ્યો . ધારાસભ્ય દેવાભાઈ માલમ ધવલભાઈ દવે યોગીભાઈ પઠીયાર દ્વારા પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી.ભાજપના નાના મોટા કાર્યકર્તા ઓને બધાને સાથે રાખી શેરીયાજ ના પાંચ બુથ અને બારા બંદર ગામના ચાર બુથના પેજ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ નું સ્વાગત કરવામાં આવ્યું.
સરકારની વિવિધ યોજનાઓ ની કાર્યકર્તાઓ ને અને લોકોને જાણકારી આપી હતી. અને ભાપજ કાર્યકાતા ઓને વાદ વિવાદ મૂકી લોકોની સાથે રહીં કામ કરવાની પણ વાત કરી હતી.
આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત ધારા સભ્ય દેવાભાઈ માલમ,પૂર્વ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટીયા,તાલુકા ભાજપ પ્રમુખ દાના ભાઈ બાલસ, જિલ્લા પંચાયત ચેરમેન જીવાભાઈ સોલંકી જિલ્લા પંચાયત સભ્ય સોમતભાઈ વાસણ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામભાઈ કરમટા તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા ઉપ પ્રમુખ ઓનશા રફાઈ તાલુકા મહામંત્રી દાનાભાઈ ખાભલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *