રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદમાં વોર્ડ નં.7માં યોજાયેલ શક્તિ કેન્દ્ર બેઠકમાં આગામી ૨૦૨૨માં આવનારી ચુંટણીને ધ્યાનમાં લઈ આ કાયૅક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાયૅકરોને શક્તિકેન્દ્ર દ્વારા ભાજપના જુદા જુદા સંગઠનો મજબૂત બને તે માટે અને વિવિધ સરકારી યોજનાઓ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ગદર્શન આપ્યું હતુ.
કાયૅક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય કરી શિક્ષણ મંત્રી ચુડાસમાનું સ્થાનિક ભાજપના હોદેદારો ધ્વારા ફુલહારથી સ્વાગત કરવામાંઆવ્યું હતુ. આ કાયૅક્રમમાં જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે ધારાસભ્ય દેવાભાઈ માલમ,પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા , તથા શહેર ભાજપના હોદેદારો, આગેવાાનો, યુવા મોરચાના સભ્યો તથા વોર્ડ નં 7ના કોર્પોરેટર અને પૂર્વ S.T.નિગમના ડિરેકટર વિનુભાઈ કથીરિયા ઉપસ્થિત રહેલ હતા.આ તકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કેશોદ આહીર સમાજ વતી કેશોદના યુવાનો રાજુભાઇ બોદર પ્રમુખ મોબાઇલ એસોસીએશન અને જિલ્લા યુવા ભાજપ મંત્રી રાજેશભાઈ છૈયાએ દેવાયતબાપા બોદરની સ્મૃતી ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ તકે ભુપેન્દ્રસિંહએ પણ કુટુંબના સભ્યના ખબર અંતર પૂછી અને હર્ષની લાગણી અનુભવી હતી.