કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું.કોરોનની બીજી લહેર બાદ હવે કોરોનાના કેસોનું પ્રમાણ ઓછું થવાથી આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ પણ થઈ ગયું છે. આજથી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે..વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં ઘણી તકલીફો પડતી હતી લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનો હરખ દેખાય આવ્યો છે . મિત્રો મળ્યા અને મિત્રો સાથે વાતચીત કરી તે વાતની પણ ખુશી છે.કેસ ઘટયા છે તો હવે આ રીતે જ ભણાવવામાં આવે તેવી આશા છે.
અમદાવાદમાં નારણપુરામાં આવેલી વિજયનગર સ્કૂલમાં આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં. સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનીંગ અને હાથ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવીને જ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થીઓને સવારે 2 પિરિયડ જ ભણાવવામાં આવ્યા હતા. જે પરીક્ષા પૂર્ણ થતાં સંપૂર્ણ સમય ભણાવવામાં આવશે.
.