અહીં PMએ જાપાન અને ભારતની દોસ્તીના પ્રતીક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર સહિત કુલ 1475.20 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. કાશીના પ્રવાસને લઈને વડાપ્રધાન ખુબજ ઉત્સાહિત છે. રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર, મધર ચાઈલ્ડ હેલ્થ વિંગ જેવી નવી ભેટનો ફોટો શેર કર્યો હતો
.મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ ના સુત્રોઉચ્ચાર કર્યા બાદ તેમને પોતાની વાત શરૂ કરી. તેમણે કાશીના લોકો સાથે મૈથિલીમાં વાત કરતા કહ્યું કે લાંબા સમય પછી આપ બધાની સાથે સીધી મુલાકાતની તક મળી. કાશીના તમામ લોકોને પ્રણામ. સમસ્ત લોકોના દુઃખ હરનાર ભોલેનાથ, માતા અન્નપૂર્ણાને પ્રણામ. મોદીએ કહ્યું યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉર્જાવાન, કર્મઠ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કાશીના વિકાસ સાથે જોડાયેલા 1500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની મને તક મળી છે. બનારસના વિકાસ માટે જે પણ કઈ થઈ રહ્યું છે. તે મહાદેવના પ્રસાદ અને લોકોના સહયોગથી ચાલુ છે. મુશ્કેલ સમયમાં પણ કાશીએ બતાવ્યું છે કે તે અટકતી નથી અને થાકતી પણ નથી.
આ પ્રવાસમાં વડાપ્રધાન ત્રણ જગ્યાએ લગભગ 70 મિનિટનું ભાષણ આપશે.રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર માટે જાપાને 186 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન તેનો શિલાન્યાસ કર્યો હતો. આ સેન્ટર શિવલિંગના આકારમાં બનેલુ છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરની બહાર 108 સાંકેતિક રૂદ્રાક્ષ લાગેલા છે, જે એલ્યુમિનિયમના છે.પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રો-રો વેસલ્સ સેવા શરૂ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા 30 નવેમ્બરે વારાણસી આવ્યા હતા. તેમણે આ દરમિયાન સિક્સ લેન પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય ગંગામાં હોળીથી સફર કરી હતી. મોદીએ દેવ દીપાવલીની ભવ્યતા અને સારનાથમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો જોયો હતો. તે પછી વડાપ્રધાન કાશીવાસીઓને ઓનલાઈન મળતા રહ્યાં પરંતુ પોતે વારાણસી આવી શકયા નહીં .રો-રો સર્વિસને પ્રયાગરાજ સુધી લઈ જવાની તૈયારી છે. હાલ બે રો-રો ચાલશે. તેમાંથી એકનું નામ સ્વામી વિવેકાનંદ અને બીજાનું નામ સૈમ માનેક શો છે. એક રો-રો ખિડકિયા ઘાટથી રામનગર સુધી જશે અને બીજી ખિડકિયા ઘાટથી ચુનાર સુધી જશે.