રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ભગવાનશ્રી સ્વામિનારાયણ નિલકંઠ વર્ણી સ્વરુપે વન વિચરણ કરતા કરતા જ્યારે લોએજ ગામે પધાર્યા હતા અને ગામમાં લોકો સાથે રહીને ગામના લોકોનું ભક્તિ, ધર્મ અને સંસ્કાર નું સિંચન કરવામાં આવ્યું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતો તેમજ ધાર્મિક લોકો માટે યાત્રાધામ બની રહ્યું છે. ધીમે ધીમે આ યાત્રાધામનો વિકાસ થયો તેમજ તેઓ આજે 106 વર્ષની ઉંમરે પહોંચ્યાછે. એવા મહંત ચૈતન્ય સ્વામી નાની ઉંમરથી અહીં રહીને લોએજ મંદિરનો ખૂબજ વિકાસ કર્યો છે. અહીં મુક્તિ વાવ પણ ભગવાનના હાથે નિર્માણ પામી છે જે પ્રસાદીની જગ્યા તરીકે વિકસાવવામાં આવી છે જેમાં ભગવાન સ્વામી નારાયણના કાયોંનુ આબેહૂબ પ્રતિકૃતિ દ્વારા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.પરંતુશ્રીસ્વામિનારાયણ મંદિર લોએજ દ્વારા ભગવાનશ્રી નિલકંઠ વર્ણીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી .ભગવાનશ્રી સ્વામિનારાયણ નિલકંઠ વર્ણી સ્વરુપે વન વિચરણ કરતા કરતા જ્યારે લોએજ ગામે પધાર્યા હતા અને ગામમાં લોકો સાથે રહીને ગામના લોકોનું ભક્તિ, ધર્મ અને સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતો તેમજ ધાર્મિક લોકો માટે યા કોરોનાને લઈને બંધ હતું તે ફરીથી લોકો માટે ચાલુ કરવામાં આવેલ છે.
ભગવાનશ્રી નિલકંઠ વર્ણીની મૂર્તિની શોભાયાત્રા ગામમાં કાઢવામાં આવી હતી.અને દેશ વિદેશથી આવેલ હરી ભક્તો, સંતો તેમજ ગામના લોકો જોડાયા હતા. ત્યારબાદ મૂર્તિનો અભિષેક જુનાગઢ મંદિરના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદન સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો . ત્યાર બાદ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલા સંતો દ્વારા વક્તવ્ય તથા આશીર્વચન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધર્મ કિશોર સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું