કોરાના મહામારીમાં રાજ્ય માં વૃદ્ધોને તકલીફ પડી રહી રહી છે રાજ્ય માં કુલ ૩૫૫ વૃદ્ધઆશ્રમ છે . રાજ્યનાં વિવિધ શહેરોના વૃદ્ધાશ્રમમાંથી મળેલા છેલ્લા દોઢ વર્ષના આંકડા આ તારણ આપે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 52 વૃદ્ધાશ્રમોમાં કોરોનાકાળ પહેલાં આ વૃદ્ધાશ્રમોમાં 2310 વૃદ્ધ હતા. આ સંખ્યા વધીને હવે 3520 પહોંચી ગઈ ગઈ છે, એટલે કે 1210નો વધારો છે. અમદાવાદ અને રાજકોટના ઘણા વૃદ્ધાશ્રમોમાં છે. તો વધતી સંખ્યાના કારણે રાજકોટના કેટલાક વૃદ્ધાશ્રમોમાં નવા રૂમ્સ- ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વૃદ્ધાશ્રમોમાં મોકલાતા વડીલોમાં 60% માતાઓ છે .કોરોના બાદ નવા અરજદારો વધ્યા છે. કેટલાક તો પ્રવેશ માટે માંગ કરે છે .તેમજ ક્યારે મળશે તેની રાહ જુએ છે. અત્યારે નવી અરજી લેવાનું બંધ કર્યું છે. અમે બીજા વૃદ્ધાશ્રમ કે અન્ય શહેરમાં સંપર્ક કરીને નિરાધાર,વૃદ્ધ,વડીલોને આશરો અપાવી દઈએ છીએ તેમ વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે.કોરોનાની બીજી લહેરમાં વડીલોને સૌથી વધુ જોખમ હતું. આ સ્થિતિ છતાં ગુજરાતના વૃદ્ધાશ્રમોમાં કેસ અને મૃત્યુ મામલે ઓછા પ્રમાણમાં અસર થઇ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર(IIPHG)ના ડાયરેક્ટર ડૉ.દિલીપ માવળંકરના માર્ગદર્શન હેઠળ ડૉ. જલ્લવી પંચમીઆએ ગુજરાતના 11 સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાનના આશ્રમો મળી કુલ 30 વૃ્દ્ધાશ્રમોનો સર્વે કર્યો હતો. ગુજરાતના 11 વૃદ્ધાશ્રમોમાં બીજી લહેરમાં માત્ર 7 કેસ જ નોંધાયા છે જ્યારે આ વૃદ્ધાશ્રમોમાંથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.