રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ખેડુતોએ ખેતીવાડી પાક ધીરાણ લીધેલા હોય છે .જે દર વર્ષે રીન્યું કરવાની થતી હોય છે. કોરોના સંક્રમણને અટકાવવા અનેક જીલ્લાઓમાંથી પાક ધીરાણ વ્યાજ માફી સાથે રીન્યું કરવા રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆતો ધ્યાને ન લેવામાં આવી છતાં ખેડુતોએ સહન કરી લીધુપાક ધીરાણ રીન્યુંમાં દર વર્ષે ખેડુતોએ પાક ધીરાણની રકમ જમાં કરાવ્યા બાદ બીજા દિવસે અથવા ત્રીજા દિવસે એકથી બે દિવસમાં પાક ધીરાણની રકમ પરત મળી જતી હતી પરંતુ આ વર્ષે પાંચ દિવસથી પંદર દિવસ સુધી પાક ધીરાણની રકમ પરત ન મળતા ખેડુતો પરેશાની ભોગવી રહયા છે .મોટા ભાગના ખેડુતો દર વર્ષે પાક ધીરાણ રીન્યું કરવા અન્ય ખેડુતો અથવા વેપારીઓ પાસેથી એક બે દિવસ માટે ઉછીના રૂપીયા લઈ પાક ધીરાણ રીન્યું કરતા હોય છે. તો અસંખ્ય ખેડુતોને પાક ધીરાણ રીન્યું કરવા માટે એક કે બે દિવસનું વ્યાજ પણ ચુકવીને પાક ધીરાણ રીન્યું કરતા હોયછે ત્યારે આ વર્ષે ખેડુતોને પાક ધીરાણની રકમ પરત મળવામાં પાંચ દિવસથી પંદર દિવસ સુધી રકમ પરત ન મળતી હોવાની ખેડુતોમાં ચર્ચા થઈ રહ્યું છે. સાથે ખેડુતોની પાક ધીરાણ લોનમાં જુદા જુદા અનેક જાતના ચાર્જ વસુલવામાં આવે છે. જેમાં પણ અવારનવાર ચાર્જની રકમમાં વધારો કરવામાં આવેછે છતાં આ બાબતે કોઈ રજુઆત કરવામાં આવતી નથી. જેથી ખેડુતોએ ચાર્જ વધારો ભરવો પડે છે. ખેડુતોની દર વર્ષે આ સમસ્યા બાબતે શું રાજકીય આગેવાનો અજાણ હશે? જો આ બાબતે રાજકીય આગેવાનો જાણતા હોવા છતાં કેમ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા નથી ? અને જો રજુઆતો કરવામાં આવતી હોય તો એ રજુઆતો બાબતે કેમ નિરાકરણ થતું નથી ? એવા અનેક સવાલો ખેડુતોમાં ઉઠી રહ્યા છે. ત્યારે જે ખેડુતોએ પાક ધીરાણની રકમ જમાં કરાવી હોય તે ખેડુતોને પાક ધીરાણની પરત રકમ તાત્કાલિક ચુકવવામાં આવે તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે