રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ મુરલીધર વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય ચયનિત કાર્યકર્તા વર્ગ નુ આયોજન કરવામાં આવ્યું. વર્ગ મા ચાર જીલ્લા ના એટલે કે ગિર સોમનાથ જિલ્લા, પોરબંદર જિલ્લા , જૂનાગઢ જિલ્લા તેમજ જૂનાગઢ ગ્રામ્ય ના વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષા દળ,માતૃશક્તિ દુર્ગાવાહીની સહિત ના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વર્ગ મા સૌ પ્રથમ માંગરોળ સ્વામી નારાયણ મંદિર ના સંત પુર્ણપ્રકાશજી, કેન્દ્રીય અધિકારી ધર્મેન્દ્ર ભાઈ ભવાણી, પ્રાંત અધિકારી કિરીટભાઈ મિસ્ત્રી, વિભાગ અધિકારી ભુપતભાઈ વિઠલાણી,વિનુભાઈ મેસવાણીયા ગિરસોમનાથ જિલ્લા મંત્રી,ભીમભાઈ ભુતિયા પોરબંદર, હિરેનભાઈ રૂપારેલિયા જુનાગઢ મંત્રી,સહિત ના અધિકારીઓ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામા આવ્યુ હતુ.આ બે દિવસીય વર્ગ મા આવેલા અધિકારીઓ એ સત્સંગ,યોગા રમતગમત,સહીત અલગ અલગ સત્રો સાથે વિશ્વ હિન્દુ પરિષદ ની કાર્ય પદ્ધતિ.તેમજ આવનારા દિવસો મા વિશ્વ હિન્દુ પરિષદ કઈ રીતે કાર્ય કરવુ જોઈએ તેવુ તમામ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ વર્ગ ની જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરાગઠીયા,,નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઇ વિઠલાણી,તાલુકા પંચાયત પ્રમુખ જેઠા ભાઈ ચુડાસમા, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા,તાલુકા ભાજપ પ્રમુખ દાનભાઈ બાલસ, તાલુકા મંત્રી કાર સેવક દાનભાઈ ખાંભલા, રણછોડભાઈ ગોસિયા, નગરપાલિકા સદસ્યો, વેપારી આગેવાન હરીશ ભાઈ રૂપારેલિયા,પરેશ ભાઈ જોષી, આર એસ એસ, ગૌરક્ષા સેના,મામા પાગલ આશ્રમ.સહીત ની અનેક ધાર્મીક સામાજીક અને રાજકીય સંગઠનો ના આગેવાનો તેમજ પત્રકારો મિત્રો એ મુલાકાત લીધી હતી.વર્ગ ને સફળ બનાવવા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ. બજરંગ દળ ની ટીમ દ્વારા તમામ વ્યવસ્થા સંભાળવામા આવી હતી.તેમજ પૂર્ણાહુતિ સમય માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ગ મા ઉપસ્થિત તમામ અધિકારીઓ તેમજ દાતાશ્રીઓને ને શ્રીરામ દરબાર ની છબિ તેમજ ખેસ પહેરાવી સન્માન કરવામા આવ્યુ હતુ.