માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીઓનું કરાયું સ્વાગત.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીઓનું સ્વાગત કરાયું હતું. જેમાં ચંદવાણા ગામના જગદીશ ડાભી અને રણજીત ડોડીયા આ બે આર્મી કે જે ભારતીય ફોજમાં સુભેદાર તરીકેની બઢતી નિષ્ઠાથી ફરજ બજાવેલી છે. આર્મીઓ નિવ્રૂતિ લઈને આજે પોતાના ચંદવાણા ગામે પરત ફરતાં ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને સાલ ઓઢાડી સન્માન કરાયું સાથે જ ગામ દેશભક્તિમાં ફેરવાયું હતુ. જયારે આ આર્મીઓના સ્વાગત માટે કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ તેમજ માંગરોળના પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા તેમજ તાલકા પંચાયતના પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા દાનભાઈ બાલસ ગોવાભાઈ ચાંદેરા પરબતભાઇ મેવાડા, સરપંચ ભાવેશ ભાઈ ડાભી સહીતના આગેવાનો જોડાયા હતા. જયારે આ આર્મી ઓ દ્વારા ચંદવાણા ગામના યુવાનોને ફ્રી ટ્રેનિંગ આપવાની ખાત્રી આપી તેમજ ગામના યુવાનો દેશની રક્ષા માટે આર્મીમાં જોડાઇ તેવી અપીલ કરી હતી.તેમજ સ્કૂલમાં ફરજ બજાવતા જાદવભાઈ નિવૃત્ત થતા તેમને પણ સાલ ઓઢાડી અને મોમેટ આપી માન આપ્યું હતું. બેસ્ટ શિક્ષક તરીકે એવોડ મેળવેલ લાંગરીભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *