રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ભારત દેશમાં જ્યારે હાહાકાર મચાવનાર કોરાના વાયરસના કાળા કહેરમાં હવે અમરેલી જિલ્લા નો પણ સમાવેશ થયો, ગુજરાતનો એક માત્ર ગ્રીન ઝોનમાં હતો ત્યારે સુરતથી આવેલ ૬૭ વર્ષીય મહિલાનો રીપોટ કોરોનાં પોઝિટિવ આવતા અમરેલી જિલ્લાની સમગ્ર પ્રજા ચિંતામાં મુકાય ગઈ છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે સુરતથી ગઈકાલે આવેલા અમરેલી જિલ્લાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો.
કાલ સવારના અગિયાર વાગ્યે સુરતના સના રોડ વિસ્તારમાંથી એક એસ. ટી. બસ અમરેલી જિલ્લાના ટાઉન શીપ ખાતે આવેલી એસ.ટી.બસમાં કુલ 27 પેસેન્જર બેઠેલા હતા. તેમાં એક વૃદ્ધાબહેન્ન હતા તેને પહેલેથી શરદી તેમજ તાવ જેવી બિમારીઓના લક્ષણો દેખાય રહ્યા હતા.
ત્યાર બાદ અમરેલી ટાઉન શીપ ખાતે ચેકીંગ કર્યા બાદ તેમને અમરેલી જિલ્લાના ખેડૂત તાલીમકેન્દ્ર ખાતે ઊભું કરેલ તાલુકા કોરન્ટાઇન ખાતે મોકલવામાં આવ્યા.
તાલુકા કોરન્ટાઇનમાં ચેકીંગ દરમ્યાન વૃદ્ધ બેન નો રિપોટ પોઝિટિવ આવતા વધારે સારવાર માટે અમરેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.