૮ માથી ૯ માં ધોરણ માં જતા બાળક ના વાલી પાસે સત્ર ફી ના નામે લૂટ કરી એલ સી નહિ આપવનો મામલો.
એલસી લેવા જતા રૂ ૫૫૦૦/ ની માંગણી કરવામાં આવે છે અને જો આજે નહિ ભરો તો પછી કાલે રૂ ૭૫૦૦/ ભરવા પડશે તેવી વાત કરે છે
પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં ચાલતી ખાનગી શાળાના સંચાલકો દ્વારા સત્ર ફી ના બહાને બાળક નું એલ સી અટકાવામાં આવતા હોબાળો ..
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી શાંતિનિકેતન શિક્ષણ સંકુલ ખાનગી શાળાના સંચાલકોનો વિવાદ સાથેનો જુનો નાતો રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં હાલમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઇન દ્વારા શરૂ કરવામાં આવેલ છે છેલ્લા એક વર્ષથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે તેવા સંજોગોમાં મધ્યમ વર્ગ આર્થિક રીતે તૂટી ગયો છે અને ખાનગી શાળાઓની મોટી અને મોંઘી ફી ભરી શકે તેમ ન હોવાથી એક મોટો પ્રવાહ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી,એસ એમ સી ની શાળાઓ, અર્ધસરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તરફ વળી રહ્યો છે આ સંજોગોમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા કાલોલ નગરમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવનાર વાલીઓ પાસેથી દમદાટી આપી ગેરકાયદેસર રીતે સત્રફી ના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે.
કાલોલ ની કેટલીક સ્કૂલોમાં ગયા વર્ષની રાહત આપેલી ફી પણ માગવામાં આવે છે તો કેટલીક સ્કૂલોમાં તદ્દન ગેરકાયદેસર રીતે વ્યાજની રકમ ઉઘરાવવામાં આવે છે.
વધુમાં કાલોલની શાંતિનિકેતન શાળામાં એલસી લેવા આવનાર વાલીને ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવે છે સત્રફી ની માગણી કરવામાં આવે છે તથા અન્ય સ્કૂલમાંથી એનું કાગળ લાવવા છતાં પણ પોતાની સ્કૂલના છાપેલા કાગળમાં જેતે સ્કુલનો એનઓસી નો સિક્કો કરાવવાનો દુરાગ્રહ કરવામાં આવે છે.
આ બાબતે થોડા દિવસ અગાઉ પાંડુ ગામના એક વાલી પાસેથી એલસી જોઈતું હોય તો ૫૫૦૦/ રૂપિયા સત્ર ફી જમા કરાવો તેવુ ફરમાન કરવામાં આવ્યું હતું જે બાબતે મિડીયાએ પ્રશ્ન ઉઠાવતા જીલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ સત્રફી માંગી શકે નહીં તેવું જણાવતા
પાંડુ ગામના તે વાલીને સત્ર ફી લીધા વગર એલસી આપેલ હતું પરંતુ જે વાલી બોલતા નથી મૂંગા મોઢે સહન કરે છે તેઓને પાસેથી આવી સ્કૂલો દ્વારા ફરજિયાત રીતે સત્ર ફી ના નામે નાણાં પડાવવામાં આવે છે વધુમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વાલી દ્વારા માંગણી થયેથી એક અઠવાડિયામાં આપી દેવું તેઓ પરિપત્ર હોવા છતાં પણ કાલોલની ખાનગી શાળાઓ એલસી આપવામાં ધરમ ધક્કા ખવડાવે છે. વધુમાં ધોરણ આઠ માં થી પાસ થઈને નવ માં જતા તમામ વિદ્યાર્થીઓને નવું ફોર્મ ભરવાનું હોય છે તેમ છતાં પણ કાલોલ શાંતિનિકેતન શાળા માં વાલીઓ પાસે આવું કોઈ ફોર્મ ભરાવ્યા વગર એલ સી લેવા આવનારા વાલીઓ પાસેથી મન મરજી મુજબના નાણાં પડાવવામાં આવે છે
એક વાલી કૌશરબાનું એ જણાવ્યુ કે તેઓની પુત્રી આઠમા ધોરણમાં પાસ થઈ નવમા ધોરણમાં આવેલ છે શાંતિનિકેતન સ્કૂલ માં એલસી લેવા જતા રૂ ૫૫૦૦/ ની માંગણી કરવામાં આવે છે અને જો આજે નહિ ભરો તો પછી કાલે રૂ ૭૫૦૦/ ભરવા પડશે તેવી વાત કરે છે ત્યારે હજુ શિક્ષણકાર્ય શરૂ થયાને ગણતરીના દિવસો થયા છે ત્યારે કાલની આવી ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગનો કોઈ અંકુશ છે ખરો કે પછી ગાંધી-વૈદનું સહીયારું એ પ્રણાલિકા મુજબ ચાલી રહ્યું છે
રાજયભરમાં કેટલીક આવી ખાનગી શાળાઓ આવી બીજી રીતે વાલીઓને લૂંટી રહ્યા છે ત્યારે સરકાર અને જવાબદાર જિલ્લા શિક્ષણ તંત્ર આંખ આડા કાન ક્યાં સુધી કરશે? અને આવા શાળા સંચાલકોની બેફામ માફિયાગીરી પર ક્યારે લગામ લાગશે? એ હવે લોકોના મનમાં સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે એક બાજુ એ સવાલ ઉદભવે છે કે આખરે આવા શિક્ષણ માફિયાઓ આવા સાહસ કોના થકી કરે છે ? આવા શિક્ષણ માફિયાઓની સાથે કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ પણ વાલીઓની વ્હારે આવતાં નથી. અને ઉપરથી વાલી તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા અવાર-નવાર જોવા મળે છે. પંચમહાલ જિલ્લાની કેટલીય ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણના નામે ભોળા વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે.