દિપક જોશી ગીર સોમનાથ
સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વેરાવળ સ્થિત ડારી ટોલ પ્લાઝા પાસે ચાલતા નિરાધાર નો આધાર આશ્રમ દ્વારા રસ્તા પર રખડતા અસ્થિર મગજ ધરાવતા બિનવારસી વ્યક્તિઓ ને સાચવી પરિવાર ની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાનું અનેરું કાર્ય કરે છે ૨૫ વર્ષીય યુવકનું આજ રોજ તેના સ્નેહી જનો સાથે મિલન કરાવ્યું હતું ..ગામ સરપંચ અને ત્યાં ના લોકો ની મદદ થી આજ રોજ તેમના સ્નેહીજન આશ્રમ પર લેવા આવી પહોંચ્યા હતા તે યુવકનું પરિવાર ખૂબ જ ગરીબ હતું .તેથી આવવા જવાની તમામ વ્યવસ્થા નિરાધાર નો આધાર આશ્રમ દ્વારા કરવા માં આવી હતી ..