અંકુર રુશી ( નર્મદા)
ભારતીય જનતા પાર્ટી તરફ થી ચાલી રહેલ કોવિડ-19 હેલ્પલાઇન સેવામાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ એ કોવિડ હોસ્પીટલ મા જાતે ઉભા રહી લોકો ની સમસ્યાઓના નિવારણ તથા માહિતગાર કરે છે. દર્દીઓ ને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ એ પાણી ની બોટલો આપી અને દર્દીઓના પરીવારજનો ને બપોર તથા સાંજનું જમવાનું આપે છે અને પોતાનો જીવ ની ફિકર રાખ્યા વગર પોતે દર્દી ને સેવા આપે છે. ભાજપ ના કાર્યકર્તા પ્રેમભાઈ વસાવા કે જેઓ પોતે દર્દી ઓની વચ્ચે રહી ને એમને પાણી ની વ્યવસ્થા, પરિવાર જનો એ આપેલ પાર્સલ દર્દી સુધી પહોંચાડવા તથા પરીવારજનો ને માહિતગાર કરવા જેવા કાર્યો કરી રહ્યાં છે. તેમના આ કાર્યો ને લોકો બિરદાવી રહ્યા છે. 3 વર્ષ ની માહી નામની છોકરી કોવિડ મા દાખલ છે તેના સાથે તસ્વીર મા જોવા મળે છે. પ્રેમ વસાવા ની સાથે વાત કરતા એમને જણાવ્યું કે પ્રજા એટલા માટે વોટ આપે છે કે નેતાઓ એમના વિકટ સમયમાં મદદ માટે ઉભા રહે અને મારી પાર્ટી ના નેતાઓ અને હું પણ પ્રજા માટે ખડે પગે ઉભા છીએ.