હાલોલ : ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર ખોટકાયો.

breaking Corona Halol Health Latest Madhya Gujarat
  • હાલોલનો ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર થોડા સમય માટે બંધ થયો.
  • પ્લાન્ટમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું અનુમાન .

પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો હાલોલ ખાતેનો  ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ખોટકાયો હતો. પ્લાન્ટ ત્વરિત પુન:કાર્યરત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ જલ્દી થી જલ્દી ફરી કાર્યરત કરી દેવાશે તેવું મારુતિ ગેસ ના અધિકૃત વ્યક્તિ એ જણાવ્યું હતું

પ્લાન્ટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને દૂર કરવા માટે નિષ્ણાતોની ટીમો કામે લાગી છે અને  પ્લાન્ટ જલ્દી જ કાર્યરત થાય તેની જોવાઇ કરાઈ રહી છે. જો કે આ ખાનગી પ્લાન્ટ પર નિર્ભર તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં હાલ ઓક્સિજનનો પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાનું મનાય છે.

મળતી માહિતી મુજબ મારૂતિ ગેસીસ નામના આ પ્લાન્ટમાં રોજિંદા 700 ઉપરાંત ઓક્સિજન બોટલનું રિફિલિંગ થતું હતું, અને પંચમહાલ, છોટાઉદેપુર, બોડેલી અને વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પુરો પાડવામાં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *