રાજ્યમાં હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી સંદર્ભમાં ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, સરકારે હાલમાં કોરોનાની સ્થિતિના કારણે હોળીના તહેવાર પર પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની તથા પ્રદક્ષિણા કરીને ધાર્મિક વિધિ કરવાની પરવાનગી આપી છે. જ્યારે ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમોને મંજૂરી આપી શકાશે નહીં. 28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવા સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના તોડા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.