હળવદમાં વીજલાઈનથી ખેતીને થતા નુકશાન મામલે ખેડૂતોનો ચક્કાજામ, રોષપૂર્ણ આવેદન પાઠવ્યું.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકાના રાણેકપર, ઘનશ્યામપુર, ઢવાણા, કોયબા, માનસર, રણજીતગઢ, ધનાળા, કેદારીયા, પ્રતાપગઢ, સુરવદર, જુના દેવળિયા સહિતના તાલુકાના ખેડૂતોએ આજે વીજ લાઈનથી ખેતીને થતા નુકશાન મામલે મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો હતો.
હળવદ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આજે હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું .જેમાં જણાવ્યું છે કે લાકડિયા વડોદરા પ્રસ્થાપિત થતી વીજલાઈન ટાવરમાં અનેક ગામના ખેડૂતોને અન્યાય થતો હોય છે જેથી મહાકાય રાક્ષસ વીજ લાઈન પસાર થવાથી ખેતીલાયક જમીનમાં ખેતી કરવા જવું કે નહિ તે મોટો પ્રશ્ન છે. ટાવરને ખરાબાની જમીનમાં લઇ જવા વિનંતી કરી છે.તેમજ તા.

૧૫-૦૨ ના રોજ મોરબી જીલ્લા કલેકટર ઓફિસે સર્વે ગામોના ખેડૂતો હાજર હતા. અને હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના પરષોતમભાઈ સબરીયા પણ હાજર રહ્યા હતા. છતાં ગામોના હુકમ ઓર્ડરમાં જણાવ્યું હતું કે ખેડૂત મિત્રો હાજર રહ્યા નથી તેવું સાબિત કરેલ છે જેનો અર્થ એ થાય છે, કે ખેડૂતોને જાણીજોઇને અન્યાય કરાઈ રહ્યો છે
ખેડૂતોએ વીજપોલ માટે મામલતદાર હળવદ દ્વારા મામલતદારને લેખિતમાં રજૂ કર્યું હતું
૧. ટેલીગ્રાફ એક્ટની કલમ ૧૬ (૧) ની મંજુરી આપવા માટેનું પ્રોસીડીંગ જીલ્લા મેજીસ્ટ્રેટ જાતે ચલાવે નહિ કે તેના નીચેના દરજ્જાના નાયબ કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ.

  1. જીલ્લા મેજીસ્ટ્રેટ ખુદ વીજપોલ પ્રસ્થાપિત કરતી કંપની પાસેથી રજુ થયેલ દરખાસ્તના તમામ દસ્તાવેજો આપવામાં આવે જેથી જમીનમાં કઈ જગ્યાએ લાઈન તથા વીજપોલ આવે છે તે સાચો ખ્યાલ આવે.
    ૩. જીલ્લા મેજીસ્ટ્રેટ ખુદ પ્રોસીડીંગ ચલાવીને ખેડૂતોને તથા વીજટાવર પ્રસ્થાપિત કરતી કંપનીને સાથે બેસાડી પહેલા સમાધાનકારી વલણ અપનાવીને નિર્ણય કરે તેવી માંગ કરી છે.
    ૪. ખેડૂતો દ્વારા અમારી જમીન અંગે મહત્વના પાસાઓ વગેરે દસ્તાવેજો રજુ કરવાની તક આપે અને સાંભળવામાં આવે તેવી માંગ કરી છે.
    ઉપરોક્ત ઘણા મહત્વના મુદે લેખિત રજૂઆત કરવા છતાં જીલ્લા મેજીસ્ટ્રેટ જગ્યાએ નીચેના દરજ્જાના નાયબ કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોસીડીંગ ચલાવવામાં આવેલ અને મામલતદાર પાસે લેખિતમાં રજૂઆત કરી તેવા કોઈપણ સમાધાનકારી વલણ અપનાવેલ નથી .ખેડૂતોને અમારા ન્યાયિક હક્ક માટે લેખિતમાં વીજટાવર કંપની પાસેથી દરખાસ્ત રજુ થયેલ તમામ દસ્તાવેજોને બચાવ માટે માગ્યા છતાં આપ્યા નથી.
    ખેડૂતો દ્વારા તા. ૧૯-૦૨-૨૧ ના રોજ પણ વીજટાવર કંપની પાસેથી તમામ દસ્તાવેજો અપાવ્ય બાદ જ અમે અમારી જમીનમાં કઈ જગ્યાએ વીજરેખા, વીજટાવર આવે છે. તે નક્કી થઇ શકે અને તેના અનુરૂપ વાંધાઓ તેમજ રજૂઆત કરી શકીએ. ત્યારબાદ ખેડૂતોને કોઈ લેખિતમાં મુદત આપવામાં આવી નથી કોઈ વીજટાવર કંપની તરફથી દસ્તાવેજો પુરા પડ્યા નથી.
    વીજટાવર પ્રસ્થાપિત કરતી કંપની દ્વારા ખેડૂતોને વારંવાર પોલીસ રક્ષણ લાવીને વીજ ટાવર ઉભા કરીશું.તેવી ખુલ્લી ધમકીઓ આપે છે અને પુરતા વળતર અંગે મૌન છે.જેથી ખેડૂતોને કાયદાથી મળેલ અધિકારો આપવામાં ના આવે તો આજીવિકા પર અસર થશે અને ખેડૂતો સામુહિક આત્મવિલોપન કરવાની ફરજ પાડશે જેના માટે સરકાર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જીલ્લા મેજીસ્ટ્રેટ જવાબદાર રહેશે
    ખેડૂતોએ અમદાવાદ કચ્છ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. તેમજ ૧૨ ગામના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી મામલતદાર ને આવેદન પાઠવ્યું છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *