મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં સરકારે સંપૂર્ણ લોકડાઉન કરી દીધું છે. આ લોકડાઉન 26 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સાથે જ કોલેજ અને સ્કુલ પણ બંધ રાખવામાં આવશે. આ સિવાય તમામ પ્રાઈવેટ ઓફિસ પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47239 દર્દી મળ્યા, 23,913 સાજા થયા અને 227નાં મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે નવા કેસ 40 હજારથી વધુ રહ્યા. મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે .દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 17 લાખ 33 હજાર 594 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 3 હજાર 16 દર્દી સાજા થઈ ચૂક્યા છે,