વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 15 ગાડી દ્વારા આગને કાબૂમાં કરવાના પ્રયતન કર્યા,આ બનાવમાં જાનહાનિના સમાચાર મળ્યા નથી.જોકે છેલ્લા 8 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. હજુ આગ બે કલાકે કાબૂમાં આવે તેવી શક્યતા છે.