નર્મદા જિલ્લામાં ટીબીના દર્દીઓ શોધી લાવી સારવાર કરાવનાર 8 આશાબહેનોને પ્રોત્સાહિત કરાયા.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા જિલ્લામાં દર વર્ષે 1000 જેટલા ટીબીના દર્દીમાંથી 90% લોકો સાજા થાય છે.
ભારત દેશમાં 24 મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે.જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોકે દુનીયાને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ 24 મી માર્ચ 1882 ના રોજ કરાવી અને એટલા માટે દર વર્ષ 24 મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.નર્મદા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની અનોખી ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કચેરીમાં રંગોળીથી સુંદર ટીબીનું સિમ્બોલ બનાવાયું હતું એ સાથે સાથે જાગૃતતા માટે વિવિધ સૂત્ર પણ લખાયા હતા.જિલ્લા ક્ષય કેન્દ્રમાં આરોગ્ય વિભાગે વિવિધ લોકોને ટીબીની બીમારીના લક્ષણો અને ટીબીની સારવાર વિશે માહિતગાર કર્યા હતા.

નર્મદા જિલ્લામાં વર્ષ 2020 દરમિયાન ટીબીના દર્દીઓને શોધી લાવી દર્દીઓની સારવાર કરાવનાર 8 આશા બહેનો પૈકી ઉષાબેન વસાવા, મીનાબેન વસાવા, સેતલબેન વસાવા, નિમિષાબેન વસાવા, ગાયત્રીબેન વસાવા, લક્ષ્મીબેન વસાવા, ચંદ્રિકાબેન વસાવા, જયાબેન વસાવાને પ્રોત્સાહિત કર્યા હતા.નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લામાં ટીબીના દર્દીઓને સારવાર અપાવવા શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ઈન્ચાર્જ DTO ડો.હિરેન પ્રજાપતિ, સંદીપ દવે, ગુંજન મલાવીયા, દિલીપ વસાવા, હરદીપસિંહ ખેર, બિનતા મિસ્ત્રી, વિશાલ દેસાઈ, અક્ષય વસાવા, મહેશ પટેલ, મહેન્દ્ર સિંહ રાવલજી સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

તો બીજી બાજુ તિલકવાડા STS પ્રતીકભાઈ શાહ અને ગરુડેશ્વરના STS સાગરભાઈ શાહ, ડેડીયાપાડા STS અજિત વસાવા, સાગબારા STS કેસર પાટીલે જિલ્લાની વિવિધ શાળામાં જઈ બાળકોને ટીબી રોગ અને એની સારવાર વિશે માહિતગાર કર્યા હતા.

નર્મદા જીલ્લામાં દર વર્ષે લગભગ 1000 જેટલા ટીબીના દર્દી શોધાય છે.જેમાંથી લગભગ 90% જેટલા દર્દીઓ સાજા થાય છે.ટીબીની બીમારી આજે ગંભીર સમસ્યા બની ગઈ છે નર્મદા જીલ્લામાં હઠીલા ટીબીના દર વર્ષે 15 થી 17 કેસ નોધાય છે.ટીબી એચ.આઈ.વીના દર વર્ષે 4 થી 5 કેસ નોધાય છે.
વર્ષ 2020 મા નર્મદા જીલ્લામા જીલ્લા ક્ષય નર્મદા ખાતે કુલ 7908 ‌ ટીબીના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી ક્ષય રોગ કુલ 1030 દર્દી પબ્લીક તેમજ 493 પ્રાઈવેટના આમ કુલ 1532 દર્દીઓ શોધાયા હતા.અને જિલ્લામાં કુલ 1885 દર્દીઓ સારવાર હેઠળ મુકાયા હતા.જિલ્લામાં ટી.બી ના દર્દીઓ સાજા થવાનો દર 82% છે.
અત્રેના જીલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા ખાતે ટ્રાયબલ વિસ્તાર ના અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં ટીબીના દર્દીઓ શોધવા ડિઝિટલ એક્સરે વાન પણ ઉપલબધ્ધ છે. જેમાં વાન નર્મદા જીલ્લાના અતિ દુર્ગમ વિસ્તારોમાં જાઈને ટીબી શંકાસ્પદ દર્દીઓના ડિઝિટલ એક્સરે બિલકુલ “મફત “માં પાડે છે અને જેનું સિધુ નિદાન જીલ્લા ક્ષય અધિકારી માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *