રિપોર્ટ : આદીલખાન પઠાણ
બાબરા તાલુકાના કુવરગઠ ગામે ગ્રામજનો દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામે ૧૬ વર્ષની યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ કરી યુવકે ૩૯ છરીના ધા મારી ધાતકી હત્યા કરવામાં આવી હતી .ત્યારે આ હત્યાના બનાવના સમગ્ર રાજ્યમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. અને લોકોના હૈયા કંપી ઉઠીયા છે ત્યારે ઠેર ઠેર લોકો આ દીકરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને આ દીકરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે .ત્યારે બાબરા તાલુકાના કુવરગઠ ગામે ગ્રામજનો ભેગા થયા હતાઅને ૧૬ વર્ષની સૃષ્ટિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે સરપંચ સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ નરાધમને પકડી તંત્ર દ્વારા ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
()
