રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના
ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે 18 વર્ષની યુવતી પર ૬૦ વર્ષના વૃદ્ધે જે દુષ્કર્મ આચર્યુ તેને કારણે આ પટેલ સમાજની દીકરી અને તેનો પરિવાર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જુવાન દીકરી ઉપર આ રીતે દુષ્કર્મ થતા તેના માતા-પિતા અને પરિવારજનો સંપૂર્ણ રીતે હિંમત ગુમાવી ચૂક્યા છે. ત્યારે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દીવ પ્રમુખ ભાવનાબેન શાહ (મહિલા વિભાગ ) ઉના ના પ્રમુખ પ્રતિકભાઇ મોરજરીયા તેમજ મહિલા સુરક્ષા સંગઠનના પાયલબેન બાંભણિયાએ ભોગ બનનાર દીકરીની તેમજ તેના પરિવારની મુલાકાત લઈ અને તેને સાંત્વના અને હિંમત આપી હતી.
જ્યારે કોઈ પણ દીકરી આવા હવસખોર નો શિકાર બને છે. જ્યારે તેના પર બળાત્કાર થાય છે. ત્યાર બાદ આ દીકરી જીવતી તો રહે છે પરંતુ તે સંપૂર્ણ રીતે જિંદગી થી હારી જતી હોંય છે. તેનું સમગ્ર અસ્તિત્વ એક સવાલ બનીને ઊભું રહે છે. તેની માનસિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ જતી હોય છે .કે તે કંઈ પણ વિચારી શકવાની હાલતમાં નથી રહેતી. અને ઘણીવાર આ દીકરીઓ એવું પણ વિચારતી હોય છે કે હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. ખીલાવડ ગામની પાટીદાર સમાજની આ દુષ્કર્મ નો ભોગ બનનાર દિકરી ની માનસિક હાલત પણ હાલ આવી જ થઈ ચુકી હતી. પરંતુ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના ભાવનાબેન શાહ અને પાયલબેન જ્યારે આ દીકરીને ઓથમાં લીધી અને તેમને સમજાવ્યું કે આ જે કંઈ પણ બનાવ બન્યો છે. તેમાં તેની કોઈ ભૂલ નથી. તને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે . આવી અનેક વાતો દ્વારા આ દીકરી માં હિંમત ભરી અને જીવવાની નવી આશા જગાડી છે. તેના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ દીકરી એ પોલીસ માં જે ફરિયાદ કરી છે. તે પાછી ખેંચી લે એ માટે તેમને મોટી રકમની પણ ઓફર કરવામાં આવી અને એમ ન માનતા તેને અનેક પ્રકારની ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે.તેને કારણે તેનો પરિવાર પણ ખૂબ જ ડરી ગયો છે. તો આવા સમયે આ દીકરીને અને એના પરિવારને સાથ સહકારની સાથે હિંમત ની પણ જરૂર હોય છે. અને આવી હિંમત અને સાથ આપવા માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન અને તેનો પાટીદાર સમાજ ખડા પગે હંમેશા તેની સાથે રહેશે. એવી સંપૂર્ણ ખાતરી તેના પરિવારને આપી હતી..આ તકે તેમના પાટીદાર સમાજના અગ્રણીઓ મગનભાઈ ગજેરા,ભીખાભાઈ લીંબાણી, ભરતભાઈ,કાંતિભાઈ, કાળુભાઈ સુખડિયા વગેરે પણ આ દીકરી તેમજ તેના પરિવારની મુલાકાત લીધી હતી. અને તેમની આ લડત લડવા માટે પૂરી હિંમત આપી હતી. અને એ વાતની પણ ખાતરી આપી હતી કે જ્યાં સુધી આ દીકરીના ગુન્હેગાર ને કડકમાં કડક સજા નહીં અપાવીએ ત્યાં સુધી અમે તમારી સાથે રહેશુ.