ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની સાથે સાથે દેશ માટે બલિદાન આપનાર શહીદોને પણ યાદ કરવામાં આવ્યા. આ નિમિત્તે બેઢિયા ગામના તથા આજુબાજુના ગામના ૭૦-૮૦ જેટલા યુવાનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. અને મીણબત્તી સળગાવીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.