રાજ્યમાં દર વર્ષે લોકો હોળી પર્વની ઉજવણી માટે લોકો બે દિવસ અગાઉ જ પોતાના વતનમાં જતા હોય છે.જેથી આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. આ પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે હોળી પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરત ડિવિઝનમાં વધારાની બસો દોડાવાનો નિર્ણય લીધો છે. જેમાં 25,26 અને 27 તારીખે અમદાવાદથી રોજ 100 બસ અને સુરત માંથી 200 વધારાની બસ દોડવામાં આવશે.લોકોની ભીડ એકઠી ના થાય તે માટે અને લોકો પર્વમાં તેમના વતન જઇ શકે તે માટે આ બસો વધારવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પણ બંને ડિવિઝનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્ર માંથી લોકો દર વર્ષે હોળીના તહેવારમાં ગુજરાતમાં આવતા હોય છે પરંતુ અત્યારે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ વધવાના કારણે કેટલાક વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છતાંય તેઓ ગુજરાત આવી શકે તે માટે બસ ની સેવા ચાલુ રાખવામાં આવી છે.