રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
બે માસ પુર્વે ગોંડલ શહેરમાં ઘાતક હથિયારો સાથે આંતક મચાવનાર માથાભારે ઇસમ ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા રહે . ગોંડલ વાળાને શ્રી,રેમ્યા મોહન,જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્રારા પાસા તળે અટકાયત કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય ની સુચના અને મર્ગદર્શન હેઠળ શ્રી એમ.એન.રાણા,પો.ઇન્સ.એલ.સી.બી ના પોલીસ સ્ટાફ તથા ગોંડલ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.કે.એન.રામાનુજ તથા ગોડલ સીટી સ્ટે.ના સ્ટાફ દ્વારા આ પાસા અટકાયતી હુકમની બજવણી કરી,મજકુર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી,લાજપોર મધ્યસ્થ જેલ,સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે .
પાસા અટકાયતીનું નામઃ
ઇમરાન ઉર્ફે ઇમલો સ.ઓ હનભાઈ કટારીયા જાતે મુસ્લિમ (ખાટકી) ઉ.વ 24 રહે ગોડલ
વોરા કોટડા રોડ,હુડકો સોસાયટી,તા.ગોંડલ,જી.રાજકોટ