ઓનલાઇન પરીક્ષા:કોરોનાના વધતા જતા કેસો ના કારણે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે ઓનલાઇનનો વિકલ્પ પણ અપાશે

Corona

કોરોના વાઈરસનાં કેસ વધતા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ PG ના 11 અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા 26 માર્ચથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ના આવી શકે તેને બીજી તક પણ આપવામાં આવશે. ઉપરાંત 10 એપ્રિલ બાદ UG, PGના તમામ ક્ષેત્રોની પરીક્ષા પણ યોજવા યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

PGના અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા 26 માર્ચથી
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ હતી. પરંતુ કોરોનાના કેસ વધતા હાલ પૂરતી કેન્દ્ર ક્ષેત્રોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ PGના અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા 26 માર્ચથી યોજાવવાની છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી હાજરના રહી શકે તેને બીજી તક પણ આપવામાં આવશે. બીજી તકમાં વિદ્યાર્થીઓને ઓનલાઇનનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે. ઉપરાંત 10 એપ્રિલ બાદ કેસમાં વધારો જ હશે તો પણ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *