રિપોર્ટર-રોહિત પટેલ હળવદ
જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ કરીને નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવથી સભ્ય સમાજમાં ભારે આક્રોશ સાથે નરાધમ ઉપર નફરતની આંધી ઉઠી છે. ત્યારે હળવદ વિવિધ સમાજના આગેવાનો દ્વારા મામલદાર રજુઆત કરીને તરુણીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી છે.હળવદ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદાર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ તરુણીના હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. જ્યારે આ બનાવનો આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયો તેને આ અતિ ક્રૂર બનાવની કડક સજા મળે તે માટે સ્પેશિયલ પી.પી.નિમણુંક કરવા તેમજ બેટી બચાવોને સાર્થક કરતી ગુજરાત સરકાર દ્વારા સમાજમાં દાખલારૂપ કાર્યવાહીના ભાગરૂપે આરોપીને ઝડપથી ફાંસી મળે તે માટે કાયદાકીય ટિમ બનાવી યોગ્ય માર્ગદર્શન આપીને કોર્ટમાં વિનંતી કરવામાં આવે તેવી માંગ કરી છે.અને આરોપીને કડકમાં કડક સજા કરી ભોગ બનનારના પરિવારને યોગ્ય ન્યાય આપવાની પણ માંગ કરી છે.જિલ્લા પંચાયત પ્રમુખ ચદુંભાઈ સિહોરા,રણછોડભાઈપટેલ, રણછોડભાઈ દલવાળી,રમેશભાઈ પટેલ, વાસુ ભાઈ પટેલ,વલ્લભભાઈ પટેલ,રજનીભાઈ સંધાની,નયનભાઈ પટેલ, હિતેશભાઈ પટેલસહિતના આગેવાનો મુખ્યમંત્રીને આવેદન પાઠવી ફાંસીની સજાની માંગ કરી હતી.