રિપોર્ટર ; પાર્થિવ દરજી પંચમહાલ
શહેરા તાલુકાના બાહી ગામની ગ્રામ પંચાયતમા પરમાર કમલેશ શનાભાઈ વોર્ડ નંબર 7 ના સભ્ય છે. ગ્રામ પંચાયતના સભ્ય કમલેશ ભાઈ એ પોતાના વોર્ડ નંબર સાતમા થયેલા રસ્તા સહિતના દબાણ દૂર કરવા માટે તાલુકાથી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.તેમ છતાં તેઓ ને ન્યાય નહી મળે તેવુ લાગતા આખરે રાજ્યના મુખ્ય મંત્રી ને પણ આ દબાણ બાબતે રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત સભ્ય પરમાર કમલેશએ ટેકરા ફળિયા મા રસ્તા સહિતના દબાણો દૂર ન થતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી . પંચાયત સભ્ય 25/3/21 ને ગુરૂવાર ના રોજ બાહી ગ્રામ પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરે તે પહેલા સબંધિત તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી આ ગામમાં આવેલ વોર્ડ નંબર 7 ની મુલાકાત લઈને નિષ્પક્ષ તપાસ કરવા સાથે જરૂરી કાર્યવાહી હાથધરી તેમજ દબાણ હોય તો દૂર કરવામાં આવે જેથી રસ્તાઓ પણ પહોળા થાય તેમ છે. હાલ તો ગ્રામ પંચાયત સભ્ય કમલેશ પરમાર દબાણ બાબતે આત્મવિલોપન કરનાર હોવાનું ગામમાં વાત વાયુવેગે પ્રસરી જતા ચર્ચા નો મૂર્દો બની જવા પામ્યો છે.