મોદીએ જણાવ્યુ હતું કે મને ખુશી છે કે જળ શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધી રહી છે. સમગ્ર દુનિયા આજે જળના મહત્વ પર પ્રકાશ પાડવા માટે ઇન્ટરનેશનલ વોટર ડે મનાવી રહી છે. અમે બે મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે અહીં ભેગા થયા છીએ. દુનિયાની સામે ઉદાહરણ રજૂ થાઉં અને ભારતમાં પાણીની મુશ્કેલીઓ દૂર થાય, એટલા માટે કેન-બેતવા લિન્ક માટે મોટા પગલાં ભરવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ જળ દિવસ પર જળશક્તિ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને ‘કેચ ધ રેન’ નામ આપવામાં આવ્યું હતું. PM મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા એની શરૂઆત કરી હતી. મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મનરેગાના નાણાં અન્ય ક્યાંય ન જવા જોઈએ. તેનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવવો જોઈએઆ અભિયાન ચોમાસાની શરૂઆત પહેલાં અને એ પૂરું થાય એ દરમિયાન 30 માર્ચથી 30 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. તળિયા સ્તરે જળસંચયમાં લોકોની ભાગીદારી માટેનું આ અભિયાન જનઆંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. એનો હેતુ વરસાદના પાણીને બચાવવા અને સંરક્ષિત કરવા લોકોને આગળ લાવવાનો છે.