રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઇ લીધો છે.જેમાં તમામ ગામ શહેર અને દેશના તમામ લોકો આ કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે. ઉપલેટા વિસ્તારના સીનીયર સીટીઝન અને 45 થી 60 વર્ષ સુધીના બીમારિગ્રસ્ત લોકો કોરોના વેકેશન લેવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છ. ત્યારે દરેક લોકોને વેક્સિન લેવા માટેની જાગૃતિ અને તેનાથી થતા ફાયદા વિશે માહિતી પણ આપવામાં આવી રહી છે. કારણ કે જે રીતે કોરોના રસી અંગેની અફવાઓ ફેલાઈ રહી છે. તેનાથી દુર રાખવા અને લોકોને આ રસી કોરોના સામેની લડાઈમાં મદદરૂપ થવા અને કોરોના નાબૂદ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં દરેક લોકોને આ રસી લેવા માટે આવાહાન પણ કરાઈ રહ્યું છે.આ તકે નગરપાલિકા પ્રમુખ મયુર સુવા, પરાગભાઈ શાહ, હરસૂખભાઈ સોજીત્રા, ભાવેશભાઈ સુવા, જીજ્ઞેશ ડેર, શૈલેષભાઈ સુવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.અને સાથે આગેવાનો અને કાર્યકરો દ્વારા વધુને વધુ વૃદ્ધ લોકોને લાભ મળી રહે અને કોરોનાની રસી મેળવી શકે તે માટેની પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.ઉપરાંત હેલ્થ ઓફિસર હેપ્પી પટેલ ડોકટરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સતત મહામારી સામે લાડવા માટેની કામગીરી કરી રહ્યા છે.અને દરેક ને કોરોના રસિકરણ અપાવવા માટેના પૂરતા પ્રયત્નો થશે તેવું ઉપલેટા ઇન્ચાર્જ સદસ્ય જયેશભાઈ ત્રિવેદી અને વિક્રમસિંહ સોલંકીએ ખાસ જણાવ્યું હતું .
