રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના રાનીબાગ તરીકે ઓળખાતી બાગાયત કચેરી ખાતે એક કર્મચારી નારીયેલીના ઝાડ પરથી સફાઈ કરતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા અચાનક મોત થયું હતું.આસપાસના લોકોને જાણ થતા તત્કાલિક 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી.તેમને બાજુમાં આવેલા મરીન પોલીસ કમાન્ડો જવાનો એ તેને ઝાડ પરથી ઉતારવામાં આવ્યો હતો. અને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર તબીબોએ આ લખમણભાઈનું હ્ર્દય રોગના હુમલાને કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું..આ કર્મચારી માંગરોળના શેરીયાજ ગામના લખમણ હીરા ચુડાસમા હોવાનું જાણવા મળ્યું છે.અને બાગાયત વિભાગમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતુંઆ ઘટનાની જાણ થતાંજ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ ચુડાસમાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને સત્વનાં આપી હતી