શહેરા તાલુકામાં ઠેર-ઠેર તરબૂચ અને શક્કરટેટીના બજાર ખુલ્યા.એ જ પ્રકારે શહેરા ગોધરા હાઈવે ઉપર ખાંડીયા પાસે પણ લાગ્યા બજાર. .

Panchmahal
રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શરીરને શીતળતા આપતા ફળોનુ પણ બજારમા આગમન થયુ છે.શહેરા તાલુકાના વાઘજીપુર નજીક આવેલ ખોખરી થી પસાર થતી પાનમ નદીના પટમા તરબુચની ખેતી મોટા પ્રમાણમાં કરવામા આવે છે,ત્યારે હાલમા બજારમા તેમજ હાઈવે માર્ગ પર વેચનારાઓએ હાટડીઓ ખોલી છે.તેવી જ રીતે શહેરા-ગોધરા હાઈવે માર્ગ પર આવેલ ખાંડીયા સહિતની અન્ય જગ્યાએ હાટડીઓમાં તરબુચની સાથે શક્કરટેટી પણ વેચાતી જોવા મળે છે.જેને લઈને લોકો તરબૂચ અને શક્કર ટેટીની ખરીદી કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *