રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેના નગરપાલિકા હોલ ખાતે ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ધી.સહકારી મંડળીની ૫૦ વર્ષ પુરા થતા સુવર્ણ જંયતીની ઉજવણી કરવામા આવી હતી. જેમા શિક્ષક હોદેદારો તેમજ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.શહેરા તાલુકામા ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ધી.સહકારી મંડળી આવેલી છે. જેની સ્થાપના ૧૯૭૦માં કરવામા આવી હતી.મંડળીએ સમય જતા ચડાઉ ઉતાર જોતા જોતા ૫૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.ત્યારે આવા ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવા માટે શહેરાનગર પાલિકા હોલ ખાતે મંડળીના ૫૦ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામા આવી હતી. શિક્ષકોના હિતમાં કામ કરતી મંડળી ની સ્થાપના ૩-૮-૧૯૭૦ નારોજ કરવામા આવી હતી. જેની ઉજવણી મંડળી દ્વારા કરવામા આવી હતી.ઉજવણીની શરુઆત દિપ પ્રાગટ્ય કરીને કરવામા આવી હતી.ત્યારબાદ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. તેમજ સભાસદોનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ. ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ધી.સહકારી મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યુ કે સોસાયટીએ ૫૦ વર્ષમાં જે કઈ કામો કર્યા છે. અને ભવિષ્યમાં મંડળી જે કઈ કામો કરવાની છે,તેના સદંભે કાર્યક્રમ કરવામા આવ્યો છે. સાથે સાથે મંડળી દ્વારા જે કઈ લાભો આપવામા આવ્યા છે તેનીપણ ચર્ચા કરવામા આવી હતી. જેમા એસએમએસ સુવિધા,સભાસદોને વીમાં કવચ આપવામા આવે,ધીરાણની મર્યાદા વધારવમા આવે સહીતની ચર્ચાઓ કરવામા આવી હતી. આ મંડળીની ઉજવણીમાં ચેરમેન,મંત્રી,કારોબારી સભ્યો તેમજ સભાસદો હાજર રહ્યા હતા.