એન ડી પંડયા રીપોર્ટર બગસરા
આ ચૂંણીમાં૧૫ સભ્યો ચૂંટાયેલા જાહેર થયા હતા.ચાલુ ચૂંટાયેલા સભ્યો ૨૦૨૩ સુધી એટલે કે ત્રણ વર્ષ માટે પદ ગ્રહણ કરેલ છે.ચૂંટણીના અધિકારી તરીકે મહેશભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. તેઓ નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પ્રયત્નો કરતા હતા.ચેમ્બર ઓફ કોમર્સની આ મિટિંગમાં અધ્યક્ષ સ્થાને જે.વી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ના પત્ની ધારાસભ્યના હુકમથી હાજર રહ્યા હતા .કોકિલાબેન કાકડીયા એ પ્રવચન આપ્યુ હતું. પ્રવચનમાં તેમણે કહ્યું કે હું બગસરાના કોઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને મારાથી બનતી કોશિશે ચેમ્બર ઓફ કોમર્સ બગસરા ને સહકાર આપવા બંધાવું છું.તેઓ જે.વી કાકડીયા ના કહેવાથી અધ્યતન માં હાજરી આપવા માટે પધારેલ હતા.