કેશોદમાં રોટરી ક્લબ ઓફ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઈ.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથે દસ કિલોમીટર સાયકલ સ્પર્ધા યોજાઈ .રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 15 વર્ષથી ઉપરના યુવાન ભાઇઓ બહેનો અને મોટી ઉંમરના વડીલોએ પણ ભાગ લીધો હતો. તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં રોટરી કલબ ટીમ દ્વારા સવારના 7:30 વાગ્યે તમામ 150 જેટલા સ્પર્ધકોને નિયમો મુજબ લીલી ઝંડી આપવામાં આવી હતી. તમામ લોકોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન જાળવી સ્વછતા રાખી શપથ લઇ આઝાદ કલબ, વેરાવલ હાઇવે, ડીપી રોડ, ઉમીયા નગર, લક્ષ્મી નગર, અમ્રુત નગર, આંબાવાડી, માંગરોલ રોડ, શરદ ચોક ,ચાર ચોક,જૂનાગઢ રોડ, એરોડ્રામ રોડ, ફુવારા ચોક,ચાર ચોક – સહિત કેશોદ વિસ્તારોના રાજમાર્ગ પર ફરી પરત આઝાદ કલબ ખાતે પૂર્ણ કરી જયાં સ્વચ્છતા અને તંદુરસ્તી વિશે ચર્ચા બાદ તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં લગભગ 10 કિલોમીટરનો રૂટ પુર્ણ કરી પરત ફર્યા હતા. જયાં તંદુરસ્તીમાં અને પર્યાવરણની જાળવણીમાં ફાળો આ વિષયના ચિંતન બાદ શહેરના સાયકલ ચાહકોની નિયમિત સાયકલના કાર્યક્રમોનો સંપર્ક કાયમી જળવાય તેવી શુભકામનાઓ સાથે સમાપન થઈ હતી. આ કાર્યક્રમમાં રોટરી કલબના હોદેદારો આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *