રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
સમગ્ર વિશ્વમાં જ્યારે ચકલી ની પ્રજાતિઓ લુપ્ત થાય છે.ત્યારે ચકલી એક એવું પક્ષી છે. કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શકતી નથી. એવા સમયે ચકલી બચાવો અભિયાન છેલ્લા પાંચ વર્ષ થી હળવદ ના યુવાનો ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ નામની સંસ્થા બનાવી અંદાજે પાંચ વર્ષમાં 10000 ચકલી ઘર 5000 પીવાના પાણીના કુંડા તેમજ 1000 ચણની ડીશ નું વિતરણ કરી ચૂક્યા છે આજે વિશ્વ ચકલી દિવસ નિમીતે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા એક હજાર નંગ ચકલીના માળા તેમજ પાંચસો નંગ પાણીના પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ. આગામી સમયમાં પણ વધુ ને વધુ વધુ શક્ય એટલા પ્રમાણમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના ઘર પીવાના પાણીના કુંડા નું વિતરણ ચાલુ રહેશે.ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ પૂર્વ પ્રમુખ વિશાલભાઈ જયસ્વાલ ના જણાવ્યા અનુસાર ચકલી બચાવો અભિયાન ચાલુ રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ભારે જહેમત ઉઠાવી ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપપ્રમુખ વિશાલ ચૌહાણ સહિત સભ્યો ઓવિશ , હેમાગ દક્ષિણી ,એડી સોલંકી ,રવિ ઠાકોર, ગૌરાંગ ચૌહાણ.સહિતના આ સભ્યોએ હાજરી આપી.