રાજ્યમાં વર્ષ 2020, 19 માર્ચે પહેલો કિસ્સો કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે અગાઉ જ બી.જે મેડિકલ કોલેજમાં 8મી ફેબ્રુઆરીથી કોરોના ટેસ્ટિગ માટેની લેબની શરૂઆત થઇ ચૂકી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારથી કોરોના ટેસ્ટિગ માટે લેબની શરૂઆત થઇ ત્યારથી આજસુધી લેબ બંધ નથી કરાઇ, એટલે કે 24 કલાક તેની કામગીરી ચાલુ રહી છે અને સેમ્પલના ટેસ્ટિંગની પ્રક્રિયા સતત શરુ રહી છે. સૌથી પહેલા માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર, ટેક્નિશિયન, રેસિડન્ટ ડોકટરના 35 જેટલા સ્ટાફ સાથે લેબ શરૂ થઇ હતી. પછી જેમ જેમ કોરોનાના કેસ વધ્યા તેમ તેમ અન્ય વિભાગમાંથી કર્મચારીઓની મદદ લઈને ટેસ્ટિંગની ઝડપ વધારવામાં આવી છે.ચીનના વુહાનમાં ડિસેમ્બર, 2019થી ઘાતક બનેલો કોરોના વાયરસ ભારતમાં જાન્યુઆરીમાં અને ગુજરાતમાં ગત વર્ષે 18 માર્ચે પ્રવેશ્યો હતો. જોકે વાયરસના ટેસ્ટિંગનું કામ એ પહેલાં 8 ફેબ્રુઆરીથી જ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં શરૂ થઈ ગયું હતું. ત્યારથી લઈને આજસુધી આ લેબ એકપણ દિવસની રજા રાખ્યા વગર અવિરત કામગીરી કરી રહી છે. અહીં કોરોના વાયરસ વિશે થયેલા ટેસ્ટ અને તારણોના આધારે જ વિવિધ વેક્સિન બની છે.